pratilipi-logo Pratilipi
English

Tourist

5
48
કાવ્ય સંગ્રહmodern

I am tourist, always on my endless journey towards destination unknown...! and passing through the milestone of cheerfull childhood, energetic youthfulness and adulthood of course, now waiting ...

Read now
About
author
DHARMENDRASINH G RANA

મારા વિશે... આ બ્લોગ વિશે... ‘હું’ ધર્મેન્દ્રસિંહ રણા... ગુજરાતના ભરૂચ જીલ્લામાં આવેલા વાલીયા તાલુકાના દેસાડ ગામનાં પ્રાથમિક શિક્ષક દંપત્તિ સ્વ. ગેમલસિંહ મોહનસિંહ રણા તથા સ્વ. લક્ષ્મીબા મોતીસિંહ માટીએડાનો જયેષ્ટ પુત્ર.. ખેતી, પશુપાલન સાથે સ્વાધ્યાય પરિવાર, સ્વામીનારાયણ પરિવાર તથા સજીવખેતી, સર્વોદય, સ્કાઉટ ગાઈડ, સૃષ્ટિ, જતન જેવી સંસ્થાઓ સાથે અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહી મારા જીવનને મારા સદ્ગત માતાપિતાએ ઉછેર્યું સંસ્કાર્યુ અને સંવર્ધિત કર્યું છે. પ્રાત:સ્મરણીય પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી તથા પરમ પૂજ્ય ગુરુદેવ સ્વામી નિજાનંદ સરસ્વતીજીનો મારા વ્યક્તિત્વ અને અસ્તિત્વ પર બહું જ મોટો પ્રભાવ છે.. જે કંઈ પણ છું તે મારા ગુરુદેવનો કૃપાપ્રસાદ જ છે.  ટેક્ષટાઈલ વિદ્યાશાખામાં મેન મેડ ફાઈબર ફેબ્રિકસનો ડિપ્લોમા લીધા બાદ નોકરી કરતા કરતા અભ્યાસની અભિલાષાથી અંગ્રેજી સાથે સ્નાતક થઈ કાયદા ના સ્નાતકનો અભ્યાસ કર્યો.. અને વકિલાતના સ્વતંત્ર વ્યવસાયમાં ઝંપલાવ્યુ.. મને જીવનની અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી રહેવાનું ગમશે. તાજેતરમાં જ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી કાયદાની વિદ્યાશાખામાંથી ક્રિમીનોલોજીમાં અનુસ્નાતક એટલે કે, એલ.એલ.એમ ની ડીગ્રી ઉચ્ચપ્રથમવર્ગ સાથે પ્રાપ્ત થઈ.  સાથે સાથે સને ૨૦૦૧ થી ૨૦૦૭ દરમ્યાન ‘પ્રેરણાપીયૂષ’ નામનું પખવાડિક પત્ર ચલાવ્યું.. અને ૨૦૦૯માં ગુજરાત પબ્લિક સર્વીસ કમીસન દ્વારા લેવાનારી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટરની પરીક્ષા પાસ કરી ગુજરાત સરકારના કાયદા વિભાગ અંતર્ગત વડનગર,સુરત અંકલેશ્વર અને નેત્રંગ વિગરે સ્થળોએ જયુડીસીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે ફરજ બજાવી. ૨૦૧૮માં જી.પી.એસ.સી દ્વારા જોઈન્ટ ચેરીટી કમીશ્નર ના હાયર ક્લાસ વન અધિકારીના હોદ્દા માટે પસંદગી પામતા સુરત ડીવીઝનમાં દસેક મહિનાની ફરજ બજાવી. અને હવે મારા સદ્ગત પિતાજીએ જોયેલું મારૂ ન્યાયાધીશ બનવાનું સ્વપ્ન સાકાર થતા ડિસ્ટ્રીક્ટ જજની કેડરમાં ગુજરાત રાજ્યમાં ફરજ બજાવું છુ. ગુજરાતી કવિતા છે ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે, ગમતાનો કરીએ ગુલાલ’ અનુસાર આ બ્લોક ગમતાનો ગુલાલ કરી અન્યો સાથે વહેચવાની અને તેમ કરવાથી મળતા અનુમોદન, અભિનંદન અને આસિર્વચનનો આનંદ પ્રાપ્ત થાય એવો આશયથી બનાવ્યો છે. આ બ્લોકમાં દરેક કૃતિ સ્વાન્ત: સુખાય છે. 

Reviews
  • author
    Your Rating

  • Sorry! No Reviews found for this content!
  • author
    Your Rating

  • Sorry! No Reviews found for this content!