મારું નામ નિમિષા દલાલ.
જન્મ તા. : ૧૧/૭/૧૯૬૫
જન્મ સ્થળ : સુરત
અભ્યાસ : સાયંસના વિષયો સાથે દસમા ધોરણ સુધીનો, અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાલય આંબાવાડી માંથી; ત્યારબાદ ગર્લ્સ પોલિટેકનીક માંથી ફેશન ડિઝાઈનીંગનો ડિપ્લોમા. હાલ રહેવાનું સુરત ખાતે.
બે વર્ષ લોકલ દૈનિક સમાચાર પત્ર ‘ગુજરાતમિત્ર’માં નોકરી, તેમજ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના રાઈટર તરીકેની જવાબદારી નિભાવી.
મારી રચનાઓ ‘ગુજરાતમિત્ર’ સમાચારપત્રની સાપ્તાહિકપૂર્તિઓમાં,‘મમતા’ સામયિકમાં, ‘નોબત સાંધ્ય દૈનિક’ની દિવાળી અંકની પૂર્તિમાં,'લેખિની’ સામયિકમાં, ‘વૈષ્ણવ વણિક જ્ઞાતિ’ના સામયિકમાં, તેમજ મોઢવણિક જ્ઞાતિના સામયિક 'જ્યોતિર્ધર'માં તથા અમેરિકાથી પ્રકાશિત થતાં ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં અને વિષ્વ ગુજરાતી સમાજના સામયિક 'વિષ્વમેળો' તથા અમદાવાદથી પ્રકાશિત થતાં 'કુમાર' સામયિકમાં પ્રકાશિત.
મુંબઈથી પ્રકાશિત થતા 'લેખિની' સામાયિકના જે-તે અંકની નિર્ણાયકની પસંદગીની વાર્તાનું ઈનામ વાર્તા 'વારસ'ને
રીડગુજરાતી.કોમની વાર્તાસ્પર્ધામાં આશ્વાસન ઈનામ ‘અડધીમા’ વાર્તા માટે મળ્યું.
૨૦૧૪માં પ્રકાશિત વાર્તા ‘દીદી, મારી દીદી..’ને ‘કુમાર’નું કમળાબહેન પરીખ લેખિકા પારિતોષિક મળ્યું.
એક પુસ્તક પ્રકાશિત જાન્યુઆરી : ૨૦૧૮ 'કોફીનો એક કપ'
મારું મેલ આઈડી : [email protected]
Report Issue
Report Issue
Report Issue